Jeremiah 32:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, આ દસ્તાવેજ એટલે મહોર મારેલું બંધ વેંચાણખત અને જે ઉઘાડું છે તે બન્ને ખત લઈ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂક.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આ દસ્તાવેજો એટલે કે વેચાણખતની સીલબંધ નકલ અને ખુલ્લી નકલ લે અને લાંબો સમય સચવાઈ રહે તે માટે તેમને માટીની બરણીમાં રાખી મૂક.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘આ ખતો, એટલે મહોર મારીને બંધ કરેલું વેચાણખત તથા જે ઉઘાડું છે, તે બન્ને ખત લઈને તેઓ લાંબા કાળ સુધી સહીસલામત રહે માટે તેઓએ માટલામાં રાખી મૂક.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ બન્ને દસ્તાવેજ, મહોર મારેલું બંધ ખરીદખત અને તેની ઉઘાડી પ્રત લઇ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂકજે.