Jeremiah 32:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તેઓને એક જ હૃદય આપીશ અને એક જ માર્ગમાં ચલાવીશ. આ તેઓના પોતાના હિત માટે અને ત્યાર પછી તેઓના સંતાનોના હિત માટે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના તથા તેમના વંશવારસોના હિતને માટે હું તેમને એકનિષ્ઠ હૃદય અને એક જીવનયેય આપીશ કે તેઓ સર્વસમધ્યે મારા પ્રત્યે ભક્તિભાવ દાખવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ પોતાના પુત્રોના હિતને માટે મારો ડર સર્વકાળ રાખે, તે માટે હું તેઓને એક જ હ્રદય આપીશ, તથ એક જ માર્ગમાં તેમને ચલાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તેમને બધાંને સમાન અભિગમ અને જીવનનો માર્ગ આપીશ જેથી તેઓને હર સમય મારો ભય રહેશે. આ તેઓના પોતાના ભલા માટે જ અને ત્યાર પછી તેઓના સંતાનોના ભલા માટે છે.