Jeremiah 32:43 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જે ભૂમિને વિષે એમ કહો છો કે, એ તો વેરાન અને વસ્તીહીન તથા પશુહીન થઈને ઉજ્જડ થઈ છે. તે ખાલદીઓના હાથમાં સોંપવામાં આવી છે. તેમાં લોકો ફરી ખેતર ખરીદશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકો કહે છે કે, ‘આ દેશ વેરાન બની ગયો છે અને માણસો કે પ્રાણીઓ તેમાં વસતાં નથી અને તેને ખાલદીઓના લશ્કરને હવાલે કરવામાં આવ્યો છે.’ પરંતુ આ દેશમાં ફરીથી ખેતરો ખરીદવામાં આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જે દેશ વિષે તમે કહો છો કે, આ દેશ તો વસતિહીન તથા પશુહીન થઈને ઉજ્જડ થયો છે, તે ખાલદીઓના હાથમાં સોંપવામાં આવ્યો છે, તે દેશમાં ખેતરો વેચાતાં લેવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે જે ભૂમિને વિષે એમ કહો છો કે, ‘એ તો વેરાન થઇ જાણો, એમાં નહિ માણસ વસે કે નહિ એમાં પશુ વસે.’ એ તો બાબિલવાસીઓના હાથમાં જ પડી જાણો. તેમાં લોકો ફરી ખેતર ખરીદશે.