Jeremiah 32:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સિદકિયાને બાબિલ લઈ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. "તમે ખાલદીઓ સામે લડશો તોપણ વિજય નહિ પામો."' એમ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સિદકિયાને બેબિલોન લઈ જશે અને હું તેની ખબર ન લઉં ત્યાં સુધી સિદકિયા બેબિલોનમાં જ રહેશે. જો કે તમે ખાલદીઓની સામે યુદ્ધ કરશો તોપણ તમે વિજય મેળવશો નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સિદકિયાને બાબિલ લઈ જશે, ને હું તેની મુલાકાત લઈશ ત્યાં સુધી તે ત્યાં રહેશે, એવું યહોવા કહે છે; તમે ખાલદીઓની સાથે લડશો, તોપણ તમે ફતેહ નહિ પામશો [એવું ભવિષ્ય તું શા માટે કહે છે]?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સિદકિયાને બાબિલ લઇ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. તમે બાબિલવાસીઓ સામે લડશો તો યે વિજય નહિ પામો!’” આ તો યહોવાનું વચન છે.