Jeremiah 33:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે હું યાકૂબના અને મારા સેવક દાઉદના સંતાનોનો એટલે સુધી ત્યાગ કરીશ કે, હું તેઓના સંતાનોમાંથી ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહિ. કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ અને તેઓ પર દયા કરીશ નહિ."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો જ હું યાકૂબના તથા મારા સેવક દાઉદના સંતાનનો એટલે સુધી ત્યાગ કરીશ કે હું તેના સંતાનમાંથી ઇબ્રાહીમ, ઇસહાક તથા યાકૂબના સંતાન પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહી, કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેમના પર દયા કરીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલી ખાતરી છે કે યાકૂબના વંશજો અને મારા સેવક દાઉદ સાથેનો કરાર એ પણ એટલો જ ચોક્કસ છે. હું જરુર ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર રાજ કરવા માટે દાઉદના કોઇ વંશજને પસંદ કરીશ. હું તેઓ પર દયા દર્શાવીશ અને તેઓના ભાગ્યને બદલી નાખીશ.”