Jeremiah 34:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ પાછળથી તેઓનાં મન બદલાઈ ગયાં અને જે દાસો અને દાસીઓને મુક્ત કર્યા હતા તેઓને તેઓએ ફરીથી પોતાના ગુલામ બનાવ્યા. અને તેઓને ગુલામો તરીકે રાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેમને એ રીતે મુક્ત પણ કર્યા. પરંતુ પાછળથી તેમણે વિચાર બદલ્યો અને મુક્ત કરેલા યહૂદી સ્ત્રી અને પુરુષ ગુલામોને પાછા બોલાવી લઈને તેમને બળજબરીપૂર્વક ફરીથી ગુલામ બનાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ત્યાર પછી તેઓ ફરી ગયા, ને જે દાસોને તથા દાસીઓને તેઓએ છોડી દીધાં હતાં તેઓને તેઓએ પાછાં બોલાવી મંગાવ્યાં, ને દાસો તથા દાસીઓ તરીકે તેમને કબજામાં રાખ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાછળથી તેઓનાં મન બદલાઇ ગયાં અને તેઓએ ફરીથી પોતાના ચાકરોને ગુલામ બનાવ્યાં.