Jeremiah 34:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી દ્દ્ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે હમણાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે ભક્તિસ્થાન મારા નામથી ઓળખાય છે તેમાં તમે મારી આગળ કરાર કર્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડા દિવસ પહેલાં તમે પશ્ર્વાતાપ કર્યો હતો અને તમારા જાતભાઈને ગુલામીમાંથી મુક્ત કરવાનું મને પ્રસન્ન કરે એવું કાર્ય કર્યું હતું અને મારે નામે ઓળખાતા મંદિરમાં મારી સમક્ષ કરાર પણ કર્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હમણાં જ તમે ફર્યા હતા, ને તમે દરેકે પોતાના પડોશીનો છુટકારો જાહેર કરીને જે મારી દષ્ટિમાં યોગ્ય છે તે કર્યું હતું; અને જે મંદિઅર મારા નામથી ઓળખાય છે તેમાં તમે મારી આગળ કરાર કર્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે તાજેતરમાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે મંદિર મારા નામથી ઓળખાય છે તેમા તમે મારી આગળ કરાર કર્યો હતો.