Jeremiah 34:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ હવે તમે ફરી ગયા અને મારા નામનું અપમાન કર્યું. અને તમે છોડી મૂકેલાં દાસ દાસીઓને તમે પાછાં બોલાવી લીધાં છે. અને ફરી તમારાં ગુલામ બનાવ્યાં."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ ત્યાર પછી તમે ફરી ગયા અને દરેકે રાજીખુશીથી મુક્ત કરેલા ગુલામોને પાછા બોલાવી લીધા અને બળજબરીપૂર્વક ફરીથી પોતાના ગુલામ બનાવીને મારું અપમાન કર્યું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ હવે તમે ફરી ગયા, ને મારા નામનું અપમાન કર્યું, ને જેઓને તેમની મરજી પ્રમાણે તમે છોડી દીધાં હતાં તેઓને, એટલે તમારાં દાસ તથા દાસીને, તમે દરેકે પાછાં બોલાવી લીધાં છે; અને તમારાં દાસો તથા દાસીઓ થવા માટે તેમને કબજામાં રાખ્યાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ હવે તમે ફરી ગયા, તમે ના પાડીને મારા નામનું અપમાન કર્યું, અને તમે છોડી મૂકેલાં સ્ત્રીપુરુષ ગુલામને તમે પાછા લાવ્યાં અને ફરી ગુલામ બનાવ્યાં.