Jeremiah 34:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓએ મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે, જેઓએ વાછરડાને બે ટુકડા કરી તેના બે ભાગો વચ્ચેથી જઈને મારી આગળ કરાર કર્યો હતો. પણ તેનાં વચનો પાળ્યાં નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, રાજમહેલના અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદાર વર્ગના સર્વ લોકોએ વાછરડાને કાપીને તેના બે ભાગ વચ્ચેથી પસાર થઈને મારી સાથે કરાર કર્યો હતો, પણ તેમણે મારો કરાર ઉથાપ્યો છે અને મારી સંમુખ કરેલા કરારની શરતોનું પાલન કર્યું નથી. તેથી હું પણ તેમની દશા કાપેલા વાછરડા જેવી કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે માણસોએ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેઓએ વાછરડાના બે કકડા કરીને તેના બે ભાગોની વચ્ચેથી જઈને મારી આગળ કરાર કર્યો હતો, પણ તેનાં વચનો પાળ્યાં નથી તેઓને;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે તેમને હું વાછરડા જેવા બનાવીશ, જેને તેઓએ બે ટુકાડામાં કાપ્યાં હતાં અને કરાર બનાવતી વખતે તેની વચ્ચેથી પસાર થયા હતાં.