Jeremiah 34:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેઓએ તારા પિતૃઓની એટલે તારા પહેલાંના રાજાઓની દહનક્રિયાઓ કરી તેમ તેઓ તારી દહનક્રિયા કરશે. અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, "અફસોસ ઓ અમારા પ્રભુ!" આ યહોવાહનું વચન છે."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તું શાંતિમાં મૃત્યુ પામશે. તારી પહેલાં થઈ ગયેલા રાજાઓ એટલે તારા પૂર્વજોની અંતિમવિધિ સમયે લોકોએ ધૂપ બાળ્યો હતો તે જ પ્રમાણે તેઓ તારા મૃત્યુ પ્રસંગે પણ ધૂપ બાળશે અને શોકગીત ગાશે, ‘હાય રે હાય, અમારા રાજા’. સાચે જ એ તને મારું વચન છે. હું પ્રભુ પોતે કહું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું શાંતિથી મરીશ, અને લોકોએ તારા પૂર્વજોની, એટલે તારા પહેલાંના રાજાઓની દહનક્રિયાઓ કરી તેમ તેઓ તારી દહનક્રિયા કરશે; અને ‘રે [અમારા] ઘણી, હાય હાય!’ એમ કહીને તારે લીધે વિલાપ કરશે. કેમ કે આ વચન હું જ બોલ્યો છું, ” એવું યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેમણે તારા પિતૃઓ માટે કર્યું હતું તેમ તારી યાદમાં તારા લોકો ધૂપસળી બાળશે, અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અરેરે, ઓ રાજા!”’” આ યહોવાના વચન છે.