Jeremiah 36:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં બારુખે લોકોની સમક્ષ વાંચી સંભળાવેલા પુસ્તકના જે વચનો તેણે સાંભળ્યા હતાં તે સર્વ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મીખાયાએ એ બધાને બારૂખે લોકોના સાંભળતાં વાંચેલા પ્રભુના સંદેશાઓ કહી સંભળાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાં બારુખે લોકોની આગળ વાંચી સંભળાવેલા પુસ્તકનાં જે વચનો તેણે સાંભળ્યાં હતાં તે સર્વ વચનો મીખાયાએ તેઓને જણાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બારૂખ લોકોની સમક્ષ વાંચતો હતો તે સંદેશાઓ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યું.