Jeremiah 36:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સર્વ અમલદારોએ કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાના દીકરા યેહૂદીને બારુખ પાસે મોકલીને કહેવડાવ્યું કે, ''જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું તારા હાથમાં લઈને અહીં આવ.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મંત્રીઓએ યેહૂદીને (જે નથાન્યાનો પુત્ર, શેલેમ્યાનો પૌત્ર અને કૂશીનો પ્રયૌત્ર હતો) બારૂખ પાસે મોકલીને કહેવડાવ્યું. “જે ચર્મપત્રોના વીંટામાંથી તેં લોકોને વાંચી સંભળાવ્યું તે લઈને અહીં આવ” તેથી નેરિયાનો પુત્ર બારૂખ વીંટો લઈને તેમની પાસે ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી સર્વ સરદારોએ કૂશીના પુત્ર શેલેમ્યાના પુત્ર નથાન્યાના પુત્ર યેહૂદીને બારુખની પાસે મોકલીને કહેવડાવ્યું, “જે ઓળિયું તેં લોકની આગળ વાંચી સંભળાવ્યું તે તારા હાથમાં લઈને અહીં આવ.” તે પ્રમાણે નેરિયાનો પુત્ર બારુખ પોતાના હાથમાં તે ઓળિયું લઈને તેઓની પાસે આવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી અમલદારોએ કૂશીના પુત્ર, શેલેમ્યાના પુત્ર, નથાન્યાના પુત્ર યેહૂદીને મોકલી બારૂખને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું લઇને અહીં આવ.”