Jeremiah 36:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી ચિટનીસ અલીશામાની ઓરડીમાં તે ઓળિયાને મૂકીને તેઓ ચોકમાં રાજાની પાસે ગયા. અને તે સર્વ વચન તેઓએ રાજાને કહી સંભળાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંત્રીઓએ ચર્મપત્રોનો વીંટો રાજમંત્રી એલિશામાના ખંડમાં જમા કરાવ્યો અને પછી તેઓ રાજદરબારમાં રાજા પાસે ગયા અને રાજાને એ બધા સંદેશા વિષેની વાત કહી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી તે ઓળિયું ચિટનીસ અલીશામાના ઓરડામાં મૂકીને તેઓ ચોકમાં રાજાની પાસે ગયા. અને તે સર્વ વચન તેઓએ રાજાને કહી સંભળાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ અધિકારીઓએ મંત્રી અલીશામાની ઓરડીમાં તે ઓળિયાને સંતાડી દીધું અને તેઓ રાજાને તેની વાત કરવા ગયા.