Jeremiah 36:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે રાજાએ યેહૂદીને ઓળિયું લઈ આવવા મોકલ્યો, યેહૂદી તે ઓળિયું ચિટનીસ અલીશામાની ઓરડીમાંથી લાવ્યો અને રાજાના તથા રાજાની આસપાસ ઊભા રહેલા સર્વ સરદારોના સાંભળતાં યેહુદીએ તે વાંચી સંભળાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ યેહૂદીને તે વીંટો લઈ આવવા મોકલ્યો અને તે એલિશામાના ખંડમાંથી તે લઈ આવ્યો અને યેહૂદીએ રાજા અને તેની આસપાસ ઊભા રહેલા મંત્રીઓ સમક્ષ તે વાંચી સંભળાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે રાજાએ તે ઓળિયું લાવવાને યેહૂદીને મોકલ્યો. અલીશામા ચિટનીસના ઓરડામાંથી તે ઓળિયું લાવ્યો, અને રાજાના તથા રાજાની પાસે ઊભા રહેલા સર્વ સરદારોના સાંભળતાં યેહૂદીએ તે વાંચી સંભળાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ યેહૂદીને ઓળિયું લઇ આવવા મોકલ્યો, યેહૂદી તે ઓળિયું મંત્રી અલીશામાની ઓરડીમાંથી લઇ આવ્યો અને રાજાને તે વાંચીને સંભળાવ્યું. તે વખતે બધા અમલદારો રાજાની આજુબાજુ ઊભેલા હતા.