Jeremiah 36:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યેહૂદીએ ત્રણચાર પાનાં વાંચ્યાં એટલે રાજાએ છરીથી તેટલો ભાગ કાપી લઈ સગડીમાં નાખ્યો. અને એમ આખું ઓળિયું સગડીમાં હોમાઈ ગયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યેહૂદી ત્રણ કે ચાર પૃષ્ઠ વાંચતો કે રાજા તરત જ તે વાંચેલો ભાગ ચપ્પુથી કાપીને સગડીના અગ્નિમાં ફેંક્તો એમ આખો વીંટો સગડીના અગ્નિમાં બાળી નાખવામાં આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે યેહૂદીએ ત્રણ ચાર પાનાં વાંચ્યાં ત્યારે [રાજાએ] ચપ્પૂ વડે તે કાપીને સગડીમાં નાખ્યાં, ને એ પ્રમાણે આખું ઓળિયું બાળી નાખવામાં આવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યેહૂદી ત્રણચાર ફકરા વાંચી રહે એટલે રાજા લહિયાની છરીથી તેટલો ભાગ કાપી લઇ બળતા લાકડામાં નાખી દેતો. આમને આમ આખું ઓળિયું સગડીમાં હોમાઇ ગયું.