Jeremiah 37:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ તે બિન્યામીનની ભાગળે પહોંચ્યો ત્યારે હનાન્યાના દીકરા શેલેમ્યાનો દીકરો ઇરિયા જે નાયક હતો તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું કે, "તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જ્યારે તે બિન્યામીનના દરવાજે પહોંચ્યો ત્યારે હનાન્યાનો પૌત્ર અને શેલેમ્યાનો પુત્ર ઇરિયા જે ચોકીદારોનો ઉપરી હતો તેણે યર્મિયાને અટકાવ્યો અને આક્ષેપ કર્યો “તું ખાલદીઓના પક્ષમાં ભળી જવા જાય છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે બિન્યામીનને દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં હનાન્યાના પુત્ર શેલેમ્યાનો પુત્ર નામે ઇરિયા નાયક હતો. તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ બિન્યામીનના દરવાજામાંથી યર્મિયા પસાર થતો હતો, ત્યારે હનાન્યાના પુત્ર શેલેમ્યાના પુત્ર ઇરિયા સંત્રીએ તેની ધરપકડ કરી અને કહ્યું કે, “તે બાબિલના પક્ષમાં જતો રહે છે અને તે રાજદ્રોહી છે.”