Jeremiah 37:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યમિર્યાએ કહ્યું, "એ ખોટી વાત છે. હું ખાલદીઓના પક્ષમાં જતો નથી. પરંતુ તેણે તેનું કહ્યું માન્યું નહિ અને તેને પકડીને અમલદાર આગળ રજૂ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યર્મિયાએ જવાબ આપ્યો, “એ તદ્દન જૂઠું છે! હું ખાલદીઓના પક્ષમાં ભળી જવા માટે જતો નથી.” પણ ઇરિયાએ યર્મિયાની વાત સાંભળી જ નહિ, અને તેની ધરપકડ કરીને તે તેને અધિકારીઓ પાસે લઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યર્મિયાએ કહ્યું, “એ તદ્દન જૂઠું છે; હું ખાલદીઓના પક્ષમાં જતો નથી.” પણ ઇરિયાએ તેનું સાંભળ્યું નહિ. અને તે યર્મિયાને પકડીને સરદારોની પાસે લઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યર્મિયાએ કહ્યું, “ખોટી વાત છે, બાબિલવાસીઓ સાથે ભળી જવા માટે હું નથી જતો. આમ કરવાનો મારો કોઇ ઇરાદો નથી.” પરંતુ ઇરિયાએ તેનું કહ્યું માન્યું નહિ અને તેને પકડીને અમલદાર આગળ રજૂ કર્યો, અમલદારો યર્મિયા પર ક્રોધે ભરાયા.