Jeremiah 37:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી. અને જે ખાલદીઓએ યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો તેની જાણ થતાં જ તેઓ યરુશાલેમમાંથી જતા રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે વખતે ખાલદીઓનું લશ્કર યરુશાલેમ નગરની આસપાસ ઘેરો ઘાલીને પડયું હતું; પણ જેવી તેમને જાણ થઈ કે ઇજિપ્તના રાજા ફેરોનું લશ્કર ઇજિપ્તની સરહદ વટાવી આ તરફ આવી રહ્યું છે કે તરત જ તેમણે ઘેરો ઉઠાવી લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફારુનનું સૈન્ય મિસરમાંથી નીકળી ચૂક્યું હતું; અને જે ખાલદીઓએ યરુશાલેમને ઘેરો નાખ્યો હતો તેઓએ તે ખબર સાંભળી, ત્યારે તેઓ યરુશાલેમથી જતા રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દરમ્યાન ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી, અને યરૂશાલેમને ઘેરો ઘાલીને પડેલા બાબિલવાસીઓએ, એની જાણ થતા જ ઘેરો ઉઠાવી લીધો.