Jeremiah 37:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તમે પોતાની જાતને છેતરશો નહિ કે, ''ખાલદીઓ અમારી પાસેથી નિશ્ચે પાછા જશે,'' પણ તેઓ જવાના નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે, “ખાલદીઓનું લશ્કર કાયમને માટે જતું રહ્યું છે એમ માનીને છેતરાશો નહિ; કારણ, તે જરૂર પાછું આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે ‘ખાલદીઓ અમારી પાસેથી ખચીત પાછા જશે;’ એવું સમજીને તમે ભુલાવો ખાશો નહિ; કેમ કે તેઓ જવાના જ નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ હું યહોવા બોલું છું. ‘તમે પોતાની જાતને છેતરશો નહિ, એમ ન માનશો કે બાબિલવાસીઓ તમારા દેશમાંથી કાયમ માટે પાછા જશે.