Jeremiah 38:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી એબેદ-મેલેખ પોતાની સાથે માણસો લઈને મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાક જૂનાં ફાટેલાં લૂગડાં તથા ચીંથરાં લઈને દોરડા વડે બાંધીને ટાંકામાં યર્મિયાને પહોંચાડ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી એબેદ-મેલેખ તે માણસોને લઈને રાજમહેલના ભંડારમાં ગયો અને ત્યાંથી ફાટેલાં તૂટેલાં જૂનાં લૂગડાં લઈને તેમને દોરડા વડે ટાંકામાં યર્મિયા પાસે ઉતાર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી એબેદ-મેલેખ પોતાની સાથે તે માણસોને લઈને રાજમહેલના ભંડારની નીચે ગયો, ને ત્યાંથી જૂનાં ફાટાંતૂટાં લૂગડાં તથા જૂનાં સડેલાં ચીથરાં લીધાં, ને દોરડાં વડે બાંધીને તે યર્મિયાની પાસે ટાંકામાં ઉતાર્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એબેદ-મેલેખે પોતાની સાથે ત્રીણ માણસો લઇને મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાંક ફાટેલાં ચીથરાં લઇને દોરડા વડે ટાંકાંમાં યર્મિયાને પહોંચાડ્યા અને કહ્યું,