Jeremiah 38:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સિદકિયા રાજાએ પ્રબોધક યર્મિયાને યહોવાહના ઘરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, "મારે તને એક વાત પૂછવી છે; "મારાથી કશું છુપાવીશ નહિ.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિદકિયા રાજાએ માણસ મોકલીને સંદેશવાહક યર્મિયાને પ્રભુમંદિરના ત્રીજા પ્રવેશદ્વાર પાસે બોલાવ્યો અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા ચાહું છું અને તેના જવાબમાં મારાથી કંઈ છુપાવીશ નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયા પ્રબોધકને યહોવાના મંદિરના ત્રીજા [દરવાજાના] નાકામાં પોતાની પાસે બોલાવ્યો; અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક વાત પૂછું છું; મારાથી તું કંઈ પણ ગુપ્ત રાખીશ નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રાજા સિદકિયાએ પ્રબોધક યર્મિયાને યહોવાના મંદિરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; મારાથી કશું છુપાવીશ નહિ.”