Jeremiah 38:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, ''સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; 'જો તમે બાબિલના રાજાના શરણે જશો, તો તમે જીવતા રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તું બેબિલોનના રાજાના સેનાપતિઓની શરણાગતિ સ્વીકારી લે તો તારો જીવ બચી જશે, અને આ નગર આગથી બાળી દેવાશે નહિ. તું પોતે અને તારું કુટુંબ પણ બચી જશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ય્રમિયાએ સિદકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જો તમે બાબિલના રાજાના સરદારોને શરણે જશો, તો તમારો જીવ બચશે, ને આ નગરને આગ લગાડીને બાળી નાખવામાં આવશે નહિ. અને તમે તથા તમારા ઘરનાં માણસો જીવતાં રહેશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં આ વચન છે: ‘જો તમે બહાર જઇને બાબિલના રાજાના શરણે જશો, તો તમે તથા તમારું કુટુંબ જીવતાં રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિં.