Jeremiah 38:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો કે, "તમને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તમે કેવળ યહોવાહને આધીન થશો તો તમારો જીવ બચી જશે અને તમારું હિત થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યર્મિયાએ ઉત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપી દેવામાં આવશે નહિ. હું તને જે પ્રભુનો સંદેશ જણાવું છું તે તું માનીશ તો તારું ભલું થશે, અને તારો જીવ બચી જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યર્મિયાએ કહ્યું, “તેઓ તમને [તેઓના હાથમાં] સોંપશે નહિ. યહોવાનું જે વચન હું તમને કહું છું તે તમે માનશો તો તમારું હિત થશે, ને તમારો જીવ બચી જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યર્મિયાએ પ્રત્યુત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તું કેવળ યહોવાને આધીન થશે તો તારું જીવન બચી જશે અને બધા સારા વાનાં થશે.