Jeremiah 38:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તમારી સ્ત્રીઓને અને તમારાં બાળકોને ખાલદીઓ સમક્ષ લઈ જશે. અને તમે પોતે પણ બચવા નહિ પામો; પણ બાબિલના રાજાના હાથમાં પકડાઈ જશો. અને તું આ નગરને બાળી નંખાવીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, મેં કહ્યું, “તારી બધી પત્નીઓ તમારાં બાળકો સહિત ખાલદીઓની પાસે લઈ જવાશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ. બેબિલોનનો રાજા તને કેદી તરીકે પકડીને લઈ જશે અને આ નગરને સળગાવીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તમારી સર્વ સ્ત્રીઓને તથા તમારાં છોકરાંને ખાલદીઓની પાસે લઈ જશે. તમે પણ તેઓના હાથમાંથી છૂટશો નહિ, પણ બાબિલના રાજાના હાથથી પકડાશો. અને તમે આ નગરને બાળી નંખાવશો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમારી બધી સ્ત્રીઓને અને તમારા બધાં બાળકોને બાબિલવાસીઓ સમક્ષ લઇ જવામાં આવશે, અને તમે પોતે પણ બચવા નહિ પામો; તમે પણ બાબિલના રાજાના કેદી બનશો અને આ નગરને બાળીને ભસ્મિભૂત કરી દેવામાં આવશે.”