Jeremiah 38:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો અમલદારોને ખબર પડે કે, મેં તારી સાથે વાત કરી છે અને તેઓ તને આવીને પૂછે કે, અમને કહે કે તેં રાજા સાથે શી વાત કરી છે. અમારાથી તે ગુપ્ત નહિ રાખશે, તો અમે તને મારી નાખીશું નહિ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો અધિકારીઓને ખબર પડી જાય કે મેં તારી સાથે વાત કરી છે અને તેઓ તારી પાસે આવી તને પૂછે કે, ‘તેં રાજાને શું કહ્યું અને રાજાએ તને શું કહ્યું? અમારાથી એ વાત છુપાવીશ નહિ; નહિ તો અમે તને મારી નાખીશું.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો સરદારો સાંભળે કે મેં તારી સાથે વાત કરી છે, ને તેઓ તારી પાસે આવીને તને કહે કે, તેં રાજાને જે કહ્યું છે તે તથા રાજાએ તને જે કહ્યું, તે પણ અમને કહી સંભળાવ; જો તે વાત તું અમારાથી ગુપ્ત રાખશે નહિ, તો અમે તને મારી નાખીશું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો અમલદારોને ખબર પડે કે, હું તારી સાથે વાત કરતો હતો તો આપણે શું ચર્ચા કરી છે તે જાણવા માટે તેઓ તને મારી નાખવાની ધમકી પણ આપે.