Jeremiah 38:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સર્વ અમલદારોએ યર્મિયા પાસે આવીને તેને પૂછ્યું અને જે સર્વ વચનો કહેવાનું રાજાએ તેને ફરમાવ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેઓને કહ્યું. તેઓએ તેને પૂછવાનું બંધ કર્યું. કેમ કે તેઓએ રાજા તથા યર્મિયાની વાતચીત સાંભળી નહોતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હકીક્તમાં પછી કેટલાક અધિકારીઓએ યર્મિયા પાસે આવીને તેની પૂછપરછ કરી. પણ યર્મિયાએ રાજાએ સૂચના આપ્યા પ્રમાણે જ તેમને ઉત્તર આપ્યો. ત્યારે તેમને શાંતિ થઈ; આમ એ વાત ગુપ્ત રહી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સર્વ સરદારોએ યર્મિયાની પાસે આવીને તેને પૂછયું, અને જે સર્વ વચનો કહેવાનું રાજાએ તેને ફરમાવ્યું હતું તે પ્રમાણે તેણે તેઓને ખબર આપી. તેથી તેઓએ તેને પૂછવાનું બંધ કર્યું. એટલે તે વાત ગુપ્ત રહી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધા અમલદારોએ યર્મિયા પાસે આવીને તેને પૂછયું, અને તેણે રાજાએ તેને કહ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેમને કહ્યું. તેઓ છાનામાના ચાલ્યા ગયા, કારણ તેમણે વાતચીત સાંભળી નહોતી.