Jeremiah 38:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તે અમલદારોએ રાજાને કહ્યું કે, "આ માણસને મારી નાખવો જોઈએ, આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. તે આ લોકોનું હિત કરવા માગતો નથી પણ વિનાશ કરવા માગે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એ અધિકારીઓએ રાજા પાસે જઈને કહ્યું, “આ માણસને ખતમ કરો. આવા સંદેશા આપીને તે આપણા સૈનિકોને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત કરી દે છે. કારણ, આ માણસ લોકોનું કલ્યાણ નહિ, પણ તેમનું નુક્સાન ઇચ્છે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તે સરદારોએ રાજાને કહ્યું, “કૃપા કરીને આ માણસને મારી નંખાવો; કેમ કે જે લડવૈયા આ નગરમાં બાકી રહેલા છે તેઓની આગળ એવાં વચન બોલીને તે તેઓના તથા સર્વ લોકોના હાથ કમજોર કરે છે. કેમ કે આ માણસ આ લોકોનું હિત નહિ, પણ નુકસાન ઇચ્છે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ પેલા અમલદારોએ રાજાને કહ્યું, “આ માણસને મારી નાખવો જોઇએ. આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. એ આ લોકોનું હિત કરવા નથી માગતો પણ વિનાશ કરવા માંગે છે. તે દેશદ્રોહી છે.”