Jeremiah 39:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યહૂદિયાના રાજા સિદકિયાએ તથા લડવૈયાઓએ તેને જોયો, ત્યારે તેઓ નાસી ગયા અને રાત્રે રાજાની વાડીને માર્ગે બે કોટની વચ્ચેના દ્વારમાં થઈને નગરની બહાર નીકળીને અરાબા તરફ આગળ વધ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિદકિયા રાજા અને તેના સૈનિકોએ આ બધું જોયું, અને રાત્રે શહેર છોડી નાઠા. તેમણે રાજઉદ્યાનને માર્ગે, બે કોટ વચ્ચેના પ્રવેશદ્વારની મારફતે આરાબાહ એટલે યર્દનની ખીણ તરફ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે યહૂદિયાના રાજા સિદકિયાએ તથા સર્વ લડવૈયાઓએ તેઓને જોયા, ત્યારે તેઓ નાસી છૂટયા, ને રાત્રે રાજાની વાડીને માર્ગે બે કોટની વચ્ચેના દ્વારમાં થઈને નગરની બહાર નીકળીને આરાબાને માર્ગે પડયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સિદકિયા રાજાને તથા તેના સૈન્યને તેની ખબર પડી કે નગર જીતી લેવાયું છે, ત્યારે તેઓ રાજાના બગીચાના રસ્તા પરથી ભાગી ગયા. તેઓએ બે દીવાલો વચ્ચેના દરવાજામાંથી નગર છોડ્યું અને યરદન નદી તરફ આગળ વધ્યાં.