Jeremiah 39:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી બાબિલના રાજાએ રીબ્લામાં સિદકિયાની નજર સામે તેના દીકરાઓનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેબિલોનના રાજાએ રિબ્લાહનગરમાં સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નંખાવ્યા. વળી, તેણે યહૂદિયાના જુદા જુદા મંત્રીઓને પણ મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી બાબિલના રાજાએ રિબ્લામાં સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નાખ્યા. વળી તેણે યહૂદિયાના સર્વ કુલીન માણસોને પણ મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બાબિલના રાજાએ સિદકિયાની નજર સામે તેના પુત્રોનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા.