Jeremiah 40:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા તે સર્વ સ્થળોએથી સર્વ યહૂદિઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા. અને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળામાં પાકેલાં ફળ ભેગાં કર્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યહૂદિયાના એ લોકો જ્યાં જ્યાં વેરવિખેર થઈ ગયા હતા ત્યાંથી યહૂદિયા પાછા ફરીને મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા, અને તેમણે વિપુલ પ્રમાણમાં દ્રાક્ષાસવ અને ઉનાળામાં પાકેલાં ફળો એકત્ર કર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા, તે સર્વ સ્થળોમાંથી સર્વ યહૂદીઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પામાં ગદાલ્યાની પાસે આવ્યા, ને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળાનાં પાકેલાં ફળ એકઠાં કર્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી તેઓ બધાં જુદા જુદા સ્થળોએથી ગદાલ્યા પાસે આવ્યા. તેમણે પુષ્કળ ફળ અને દ્રાક્ષારસ ભેગાં કર્યાં.