Jeremiah 40:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેને કહ્યું, ''શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાલિસે નથાન્યાના દીકરા ઇશ્માએલને તારું ખૂન કરવા માટે મોકલ્યો છે?'' પરંતુ અહિકામના દીકરા ગદાલ્યાએ તેઓની વાત પર વિશ્વાસ મૂક્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેને કહ્યું, “આમ્મોનના રાજા બાઅલીએ ઇશ્માએલને તારી હત્યા કરવા મોકલ્યો છે તેની તને ખબર છે?” પણ ગદાલ્યાએ તેમની વાત માની નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને કહ્યું, “શું તને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાલિસ તને મારી નાખવા માટે નાથાન્યાના પુત્ર ઇશ્માએલને મોકલ્યો છે?” પણ અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમનું કહ્યું માન્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ તેને કહ્યું, “શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાઅલીસે નથાન્યાના પુત્ર ઇશ્માએલને તમારું ખૂન કરવા માટે મોકલ્યો છે?” પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમની વાત પર વિશ્વાસ મૂકયો નહિ.