Jeremiah 40:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી કારેઆના દીકરા યોહાનાને મિસ્પામાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, ''નથાન્યાના દીકરા ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે. અને તે વાતની કોઈને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? તેથી જે યહૂદીઓ તારી પાસે એકઠા થાય છે તેઓ વિખેરાઈ જાય. અને યહૂદિયાના બાકી રહેલા લોક નાશ પામે?''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ત્યાં મિસ્પામાં યોહાનાને ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “ઇશ્માએલને મારી નાખવા મને પરવાનગી આપ. એની કોઈને ખબર પડશે નહિ. શા માટે તે તારી હત્યા કરે? તેથી તો તારી છત્રછાયામાં એકત્ર થયેલા યહૂદિયાના લોકો વેરવિખેર થઈ જશે અને યહૂદિયાના શેષ રહેલા લોકો પણ નાશ પામશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે કારેઆના પુત્ર યહોનાને મિસ્પામાં ગદાલ્યાને છાની રીતે કહ્યું, “નથાન્યાના પુત્ર ઇશ્માએલને મારી નાખવાને માટે મને જવા દે, ને તે વાતની કોઈને ખબર પડશે નહિ. તે શા માટે તને મારી નાખે, ને તેથી જે યહૂદીઓ તારી પાસે એકત્ર થાય છે તેઓ વિખેરાઈ જાય, ને યહૂદિયાના બાકી રહેલા લોકો નાશ પામે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારેઆહના પુત્ર યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “નથાન્યાના પુત્ર ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે, ને તે વાતની કોઇને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? જે યહૂદિયાઓ પાછા ફર્યા છે તેઓનું શું થશે? શેષ યહૂદિયાના લોક તારી પાસે ભેગા થયા છે તે શા માટે વિખેરાઇ જાય અને નાશ પામે?”