Jeremiah 41:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી નથાન્યાનો દીકરો ઇશ્માએલ તેઓને મળવા મિસ્પામાંથી નીકળ્યો જ્યારે તેઓ રડતાં રડતાં જતા હતા. તે તેઓને મળ્યો ત્યારે તેણે તેઓને કહ્યું, '' અહિકામના દીકરા ગદાલ્યાની પાસે આવો.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ મિસ્પામાંથી નીકળીને રડતો રડતો તેમને સામે મળવા ગયો. તેમની પાસે પહોંચ્યો એટલે તેણે તેમને કહ્યું, “આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને નામે તમારું સ્વાગત કરું છું!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓને મળવા માટે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો મિસ્પામાંથી નીકળ્યો; તે તેઓને મળ્યો ને તેણે તેઓને કહ્યું, “તમે અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે આવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો તેમને મળવા મિસ્પાહથી નીકળ્યો, જ્યારે તેઓને મળ્યો ત્યારે કહ્યું, “અરે, આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા ચાલો, અને શું થયું છે તે જુઓ!”