Jeremiah 41:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ શહેરમાં આવ્યા ત્યારે નથાન્યાના દીકરા ઇશ્માએલે તથા તેની સાથેના માણસોએ તેઓને મારી નાખીને તેઓને ટાંકામાં ફેંકી દીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ જેવા તેઓ નગરમાં દાખલ થયા કે તરત જ નથાન્યાના પુત્ર ઇશ્માએલે અને તેના માણસોએ તેમનો સંહાર કર્યો અને તેમનાં શબ ટાંકામાં નાખી દીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ નગરમાં આવ્યા ત્યારે નથાન્યાના પુત્ર ઇશ્માએલે તથા તેની સાથેના માણસોએ તેઓને મારી નાખીને ટાંકામાં નાખી દીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ બધા શહેરની મધ્યમાં પહોંચ્યા પછી ઇશ્માએલ તથા તેના માણસોએ દશ માણસો સિવાય સર્વને મારી નાખ્યા અને તેઓના મૃતદેહોને ટાંકામાં ફેંકી દીધા.