Jeremiah 42:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાબિલના રાજાથી તમે બીઓ છો પણ હવે જરાય બીશો નહિ, 'કેમ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે બેબિલોનના રાજાથી ગભરાઓ છો, પણ તેનાથી ગભરાશો નહિ; કારણ, હું તમારી સહાય કરવા તમારી સાથે છું અને તમને તેમના સકંજામાંથી છોડાવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાબિલના રાજાથી તમે બીઓ છો, પણ તેનાથી બીઓ નહિ. યહોવા કહે છે, તેનાથી બીઓ નહિ, કેમ કે તમને બચાવવા માટે તથા તેના હાથમાંથી તમને છોડાવવા માટે હું તમારી સાથે છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાબિલના રાજાથી હવે તમે જરાય ડરશો નહિ, કારણ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું.