Jeremiah 43:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે આવીને મિસર પર હુમલો કરશે; મરણને માટે નિર્માણ થયેલા તેઓ માર્યા જશે અને બંદીવાસને માટે નિર્માણ થયેલા બંદીવાસમાં જશે, તરવારને સારુ નિર્માણ થયેલા તેઓ તરવારથી માર્યા જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નબૂખાદનેસ્સાર આવીને ઇજિપ્ત દેશનો પરાજય કરશે, ત્યારે રોગચાળાથી મરવાની સજા પામેલા રોગચાળાથી માર્યા જશે; કેદ પકડાવાની સજા પામેલા દેશનિકાલ થશે અને યુદ્ધમાં મરવાની સજા પામેલાં યુદ્ધમાં માર્યા જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે આવીને મિસર દેશને પાયમાલ કરશે. મરણને માટે નિર્માણ થયેલાઓ માર્યા જશે, ને બંદીવાસમાં જશે, ને તરવારને માટે નિર્માણ થયેલાઓ તરવારથી માર્યા જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે આવીને મિસર પર હુમલો કરશે; જેઓ રોગચાળાથી મરવા નિર્માયેલા છે તેઓ રોગચાળાથી મૃત્યુ પામશે, જેઓ કેદ પકડાવા નિર્માયા છે તેઓ કેદ થશે અને જેઓ યુદ્ધમાં મરવા સજાર્યા છે તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે.