Jeremiah 44:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આજ પર્યંત તેઓ દીન થયા નથી, કે બીધા પણ નથી. મેં તમારી અને તમારા પિતૃઓની આગળ મારું નિયમશાસ્ત્ર અને વિધિઓ મૂક્યા છે. તે પ્રમાણે ચાલ્યા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હજી આજ સુધી તમે પોતાને નમ્ર કર્યા નથી કે મારા પ્રત્યે આદર દર્શાવ્યો નથી અને મેં તમારા પૂર્વજોને અને તમને આપેલી મારી આજ્ઞાઓ અને મારા વિધિઓનું પાલન કર્યું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આજ સુધી તેઓ દીન થઈ ગયા નથી, ને બીધા પણ નથી, ને મારું નિયમશાસ્ત્ર તથા મારા વિધિઓ મેં તમારી આગળ તથા તમારા પૂર્વજોની આગળ મૂક્યાં છે, તે પ્રમાણે ચાલ્યા નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આજપર્યંત તમે તે માટે પશ્ચાતાપ કર્યો નથી, કે મેં તમારી અને તમારા પિતૃઓની આગળ રજૂ કરેલા નિયમો અને કાયદાઓનું પાલન કર્યું નથી.”