Jeremiah 44:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે મિસરમાં વસતા સર્વ યહૂદીઓ, તમે મારાં વચન ધ્યાનથી સાંભળો; જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે, ''પ્રભુ યહોવાહના જીવના સમ'' એમ કહીને હવે કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ તેમના હોઠ પર લઈ શકશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પણ હે ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના લોકો, પ્રભુનો સંદેશ સાંભળો. પ્રભુ કહે છે: “હું મારા મહાન નામના સોગંદ લઈને કહું છું કે, ‘યાહવે ઈશ્વરના જીવના સમ’ એવું કહીને તમારામાંનો કોઈ મારા નામનો સોગંદ લેવામાં ઉપયોગ કરશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે મિસર દેશમાં રહેનારા સર્વ યહૂદીઓ, યહોવાનું વચન સાંભળો:યહોવા કહે છે, જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે પ્રભુ યહોવાના જીવના સમ, એવું કહીને હવેથી કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ હોઠ ઉપર લે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ મિસરમાં વસતા બધાં યહૂદીઓ, તમે મારા વચન ધ્યાનથી સાંભળો; હું મારા મોટા નામનાં સમ ખાઇને કહું છું. ‘આ હું યહોવા બોલું છું, કે આખા મિસરમાં હવે કોઇ પણ યહૂદી મારું નામ લઇ શકશે નહિ. કોઇ પણ યહૂદી “યહોવાના સમ કહીને સમ લઇ શકશે નહિ.”