Jeremiah 44:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, હું હિત કરવા નહિ, પણ વિપત્તિ લાવવા સારુ તમારા પર મારી નજર રાખું છું. અને જે યહૂદીઓ મિસર દેશમાં છે. તેઓ સમાપ્ત થઈ જશે ત્યાં સુધી તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે આબાદ નહિ, પણ બરબાદ થાઓ તેનું હું બરાબર ધ્યાન રાખીશ. ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના બધા લોકો ખતમ થઈ જાય ત્યાં સુધી તેઓ યુદ્ધથી અને ભૂખમરાથી નાશ પામતા રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, હું હિત કરવા માટે નહિ, પણ વિપત્તિ લાવવા માટે તેઓ પર નજર રાખું છું; અને જે યહૂદીઓ મિસર દેશમાં છે, તેઓ બધા પતી જશે ત્યાં સુધી તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાવધાન, હું તમારા પર મારી નજર રાખીશ પણ તમારા ભલા માટે નહિ! તમારા પર આફત આવે તેવું હું કરીશ, અને તમે બધાં યુદ્ધ અને દુકાળથી સમાપ્ત થઇ જશો. કોઇ પણ બચવા નહિ પામે.