Jeremiah 44:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા પિતૃઓનાં પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરુશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલાં પાપ શું તમે ભૂલી ગયા?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા પૂર્વજોએ, યહૂદિયાના રાજાઓએ અને તેમની રાણીઓએ, તમે અને તમારી પત્નીઓએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં કરેલાં દુષ્કૃત્યો શું તમે ભૂલી ગયા છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તમારા પૂર્વજોના, યહૂદિયાના રાજાઓનાં, તેઓની રાણીઓનાં, તમારાં પોતાનાં તથા તમારી સ્ત્રીઓનાં દુષ્ટ કર્મો, જે યહૂદિયા દેશમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં કરવામાં આવ્યાં, તે તમે ભૂલી ગયા છો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા પિતૃઓના પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ, અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરૂશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલા પાપ શું તમે ભૂલી ગયા?