Jeremiah 45:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના દીકરા બારુખે પ્રબોધક યર્મિયાનાં બોલેલાં આ સર્વ વચનો પુસ્તકમાં લખ્યાં. પછી જે વચન યર્મિયા પ્રબોધક બોલ્યો તે આ છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે યર્મિયાએ લખાવ્યા પ્રમાણે બધા સંદેશા બારૂખે વીંટામાં લખી લીધા તે પછી સંદેશવાહક યર્મિયાએ બારૂખને આ સંદેશ આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકિમના ચોથા વર્ષમાં, નેરિયાના પુત્ર બારુખે યર્મિયાનાં બોલેલાં આ સર્વ વચન પુસ્તકમાં લખ્યા પછી જે વચન યર્મિયા પ્રબોધક તેની આગળ બોલ્યો તે આ છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના અમલમાં ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના પુત્ર બારૂખે પ્રબોધક યર્મિયાએ લખાવ્યા પ્રમાણે આ શબ્દો એક પોથીમાંથી લખી લીધા.