Jeremiah 46:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેઓને લથડતા કરી દીધા છે. તેઓ એકબીજા પર પડીને કહેવા લાગ્યા કે, ''ચાલો; ઊઠો આ જુલમગારની તરવારથી બચવાને આપણે આપણા લોકમાં અને આપણી જન્મભૂમિમાં પાછા ઘરે જઈએ.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા સૈનિકો ઠોકર ખાઇને ગબડી પડયા છે; તેઓ એકબીજાને કહે છે: ચાલો, દોડો, આપણા લોકો પાસે પાછા જતા રહીએ; અને આપણી જન્મભૂમિમાં નાસી છૂટીએ; અને શત્રુની સંહારક તલવારથી બચી જઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે ઘણાઓને ઠોકર ખવડાવી, હા, તેઓ એકબીજા પર પડયા. તેઓએ કહ્યું, ‘ચાલો, ઊઠો, આ જુલમગારની તરવારથી બચવાને આપણે આપણા લોકોમાં અને આપણી જન્મભૂમિમાં પાછા જઈએ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે તેઓને લથડતા કરી દીધા છે. આથી શુ વધારે છે, તેઓ એક બીજા પર પડીને કહેવા લાગ્યા કે, ‘ચાલો, ઘરે જઇએ, કારણ કે તરવાર આપણને મારી નાખશે.’