Jeremiah 46:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા છે, પણ તેઓ બધા નાસી ગયા છે. કોઈ ટકી ન શક્યું, કેમ કે તેમની વિપત્તિનો દિવસ, તેમની આફતનો સમય તેમના પર આવી પડ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેનામાં તેના પગારદાર સિપાઈઓ પાળેલા વાછરડાઓના જેવા છે; કેમ કે તેઓ પણ પીઠ ફેરવીને તમામ નાસી ગયા છે, તેઓ ઊભા રહ્યા નહિ, કેમ કે તેઓની વિપત્તિનો દિવસ, તેઓની આફતનો સમય તેઓ પર આવી પડયો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા હતા, પણ તેઓ પણ બધા નાસી છૂટયા, કોઇ ટકી ન રહ્યો, કારણ, તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો હતો, તેમના સર્વનાશનો ઘડો ભરાઇ ચૂક્યો હતો.