Jeremiah 46:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ કહે છે કે તે જંગલોને કાપી નાખશે'' ''જો કે તે ખૂબ ગીચ છે. તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ અગણિત છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જાણે કે સંતાયેલા સાપને પકડવા તેઓ તેનાં અભેદ્ય જંગલો પણ સફાચટ કરવા લાગ્યા છે; કારણ, તેમના સૈનિકો અસંખ્ય છે; તેઓ તીડો કરતા પણ વધારે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે કે, તેના અરણ્યનો તાગ લાગતો નથી, તોપણ તેઓ તેને કાપી નાખશે; કેમ કે તેઓની સંખ્યા તીડો કરતાં વધારે છે, તેઓ અગણિત છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જાણે કઠીયારા ઝાડ કાપતા ના હોય! તેમ તેઓ તેના ગાઢા જંગલો કાપી નાખે છે. કારણ કે તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ ગણ્યાં ગણાય એમ નથી.