Jeremiah 46:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ હું અહીંયાં શું જોઉં છું? તેઓ ભયભીત થઈ નાસે છે, તેઓના શૂરવીરો હારી ગયા છે. તેઓ પાછું જોયા વગર ઝડપથી ભાગે છે. ચારેકોર ભય છે.'' એમ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “પણ હું આ શું જોઉં છું? તેઓ તો ભયભીત થઈને ભાગે છે! તેમના યોદ્ધાઓને મારીને પાછા હઠાવવામાં આવ્યા છે. તેઓ બીકના માર્યા નાસે છે અને પાછું વળીને જોતા નથી! ચોમેર આતંક છવાયો છે. હું પ્રભુ આ બોલું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તેઓને ગભરાયેલા તથા પાછા હઠેલા જોયા એ કેમ? તેઓના શૂરવીરો હારી ગયા છે, તેઓ ઝડપથી નાઠા છે ને પાછું ફરી જોતા નથી; ચારે તરફ ભય છે, એવું યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ હું આ શું જોઉં છું? તેઓ ભયભીત થઇ ભાગે છે, તેમના શૂરવીરોને મારી હઠાવવામાં આવ્યા છે. તેઓ પાછું જોયા વગર ઊભી પૂંછડીએ ભાગે છે. ચારેકોર ભય વ્યાપી ગયો છે.” આ હું યહોવા બોલું છું.