Jeremiah 48:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મોઆબની આસપાસના લોક, તેનું નામ જાણનારા, વિલાપ કરો. અને કહો કે, શક્તિનો દંડ, સૌંદર્યની છડી કેવી ભાગી ગઈ છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોઆબ દેશની આસપાસ વસનારા અને તેની કીર્તિ જાણનારા તેને માટે શોક કરો! એમ કહો કે, ‘તેનો શક્તિશાળી રાજદંડ અને તેની રાજસત્તાની ગૌરવી છડી તોડી પાડવામાં આવ્યાં છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની આસપાસના લોકો, ને તેનું નામ જાણનારા તમે સર્વ તેને માટે વિલાપ કરો; અને કહો, ‘શક્તિનો દંડ, ને સૌંદર્યની છડી કેવી ભાંગી ગઈ છે!’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે મોઆબના મિત્રો, તેના માટે વિલાપ તથા રૂદન કરો. જુઓ, બળવાનો અને સ્વરૂપવાનો કેવા ધૂળધાણી થઇ ગયા છે!