Jeremiah 48:46 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો નષ્ટ થયા છે. કેમ કે તમારા દીકરાઓ અને દીકરીઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે મોઆબના લોકો, તમારી કેવી દુર્દશા! કમોશ દેવની પૂજા કરનાર લોકોનો વિનાશ થયો છે. તમારા પુત્રોને બંદી બનાવીને અને તમારી પુત્રીઓને દેશનિકાલ માટે લઈ જવાયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો નષ્ટ થયા છે, કેમ કે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે મોઆબ, આ તે તમારી કેવી દશા! હે મોઆબના લોકો! હે કમોશદેવના ભકતો, તમારું આવી બન્યું! કારણ, તમારાં પુત્રો અને પુત્રીઓને કેદ પકડીને દેશવટે લઇ જવામાં આવ્યા છે.”