Jeremiah 49:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ કહે છે; ''જુઓ, જેણે સજાનો પ્યાલો પીવો ન જોઈએ તે પણ નિશ્ચે પીશે, શું તને સજા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેઓ ખરેખર સજાપાત્ર નહોતા છતાં પણ તેમને સજાનો પ્યાલો પીવો પડયો, તો પછી શું તમે સજામાંથી બિલકુલ બચી જશો? ના, તમે સજામાંથી છટકી શકશો નહિ; તમારે પણ એ સજાનો પ્યાલો પીવો જ પડશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે યહોવા કહે છે, જેઓને પ્યાલો પીવાનું [ફરમાન] નહોતું, તેઓ તે ખચીત પીશે; તો તું છેક નિર્દંડ રહેશે શું? તું નિર્દંડ રહેશે નહિ, પણ તું ખચીત પીશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “જેણે સજાનો પ્યાલો પીવો ન જોઇએ તેને પણ તે પીવો પડ્યો તો, શું તને સજા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે,”