Jeremiah 49:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી અદોમ વિસ્મયપાત્ર બનશે. ત્યાં થઈને જતા આવતા સર્વ વિસ્મય પામશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “અદોમ પ્રદેશ આતંકપ્રદ બનશે. તેમાંથી પસાર થનાર હાહાકાર કરશે. અને તેના પર આવેલી આફત જોઈને આઘાત પામશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અદોમ વિસ્મયજનક થશે. જે કોઈ તેની પાસે થઈને જાય તે વિસ્મિત થશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેથી અદોમ માનને પાત્ર બનશે. ત્યાં જઇને જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને હબકાઇ જશે અને જ્યારે લોકો જોશે કે તેને કેવું ઘાયલ કરવામાં આવ્યું છે તો તેઓ સિસકારા બોલાવશે.