Jeremiah 49:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, તે ગરુડની જેમ ઊડીને આવશે અને બોસ્રાહ સામે પોતાની પાંખો ફેલાવશે. અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમ ગરુડ પાંખો પ્રસારીને તરાપ મારે છે તેમ શત્રુ બોા પર ઓચિંતો તૂટી પડશે. તે સમયે પ્રસૂતાની જેમ અદોમના સૈનિકોની હિંમત ઓસરી જશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, તે ગરૂડની જેમ ઊડીને આવશે, ને બોસ્ત્રા સામે પોતાની પાંખો ફેલાવશે; અને તે દિવસે અદોમના શૂરવીરોનું હ્રદય પ્રસૂતિની વેદના ભોગવનારી સ્ત્રીના હ્રદય જેવું થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમડી જેવી રીતે ઝડપ મારી તૂટી પડે છે તેમ દુશ્મન બોસ્રાહ પર તૂટી પડશે. અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિ વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઇ જશે.